દેવ દિવાળી 2024 શુભેચ્છા સંદેશાઓ Wish Now!

Best Quotes for Life in Gujarati text to Brighten Your Day | જીવન ઉપયોગી સુવિચાર

Life Quotes in Gujarati: જીવન ઉપયોગી સુવિચાર તમને અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ અને મૂલ્યવાન જીવન પાઠ પ્રદાન કરવા માટે વિચારપૂર્વક પસંદ કરવામાં આવે છે.

અમે કાળજીપૂર્વક Best Quotes for Life in Gujarati text to Brighten Your Day | જીવન ઉપયોગી સુવિચાર નો સંગ્રહ તૈયાર કર્યો છે જે તમારા આત્માને ઉત્તેજન આપશે અને તમારા ચહેરા પર સ્મિત લાવશે. ભલે તમે પ્રેરણા, પ્રોત્સાહન, અથવા ફક્ત હકારાત્મકતાની માત્રા શોધી રહ્યા હોવ, આ સુવિચાર તમારી સાથે પડઘો પાડશે તેની ખાતરી છે. દરેક સુવિચાર તમને અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ અને મૂલ્યવાન જીવન પાઠ પ્રદાન કરવા માટે વિચારપૂર્વક પસંદ કરવામાં આવે છે.

Jivan suvichar gujarati text | Best Quotes for Life in Gujarati text

life quotes gujarati, best life quotes in gujarati, best quotes for life in gujarati, gujarati life quotes, happy life quotes in gujarati, life shayari gujarati, positive life quotes in gujarati, positive motivational quotes in gujarati, self respect life quotes in gujarati
Best Quotes for Life in Gujarati

ધારેલું ના મળે, મળેલું ના ગમે અને ગમેલું ના ટકે
એનું જ નામ જીવન

ઘણું બધું હતું એવું જે જીવનની ભાગદોડ માં જતું કર્યું.. પછી ખબર પડી કે જે જતું કર્યું એ જ જીવન હતું.

આઝાદ રહો વિચારોથી પણ બંધનમાં રહો પોતાના સંસ્કારોથી.

દુનિયા દેખાડો જોવે છે, નિયત નહીં.
ઈશ્વર નિયત જોવે છે, દેખાડો નહીં.

મોટા બન્યા પછી હાસ્યમાં થોડો ફરક આવ્યો છે.
પહેલા આવતું હતું, હવે લાવવું પડે છે.

ધારેલું ના મળે, મળેલું ના ગમે અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન

જીવન માં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે

મનને મનાવી લેશો તો બીજા કોઈ ને મનાવવા નહીં પડે

માત્ર જીમ્મેદારી થી ભાગી છૂટવાથી બુદ્ધ નથી થવાતું

ખીચડી જો તપેલામાં પાકે તો બીમાર માણસને સાજો કરી દે છે અને મનમાં પાકે તો સાજા માણસને બીમાર કરી દે છે

શબ્દ અને નજરનો ઉપયોગ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું પ્રમાણપત્ર છે.

જીવનને બે જ શબ્દો નષ્ટ કરે છે.
એક અહમ અને બીજો વહેમ.

મૃત્યુ જીંદગીનું મોટું નુકશાન નથી, નુકશાન તો એ સમયનું છે.
જે તમે જીવતા હોવા છતાં પણ જીવી નથી શકતા

જીવન એક સવાલ છે અને...
તેને કેવી રીતે જીવો છે તે જવાબ છે

મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય,
બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય

કેવળ જાણેલું કામમાં નહીં આવે, જીવનમાં ઉતારેલું કામમાં આવશે.

અરમાન થોડા ઓછા કરીએ તો, સ્વમાન વેચવાની જરૂર ના પડે

આમ જોયું તો લાગ્યું કે જીવનાવશ્યક બીજી કોઈ જ વસ્તુ નથી, ફક્ત જીવન જ આવશ્યક છે.

આપણે હસતાં રહીશું તો જીંદગી પણ હસતી રહેશે કારણકે જીંદગી આપણો જ તો અરીસો છે

જિંદગીની સૌથી મોટી બચત, લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે

શબ્દો ની તાકાત ને ક્યારેય ઓછી ન આંકવી કેમ કે...
નાની "હા" અને નાની "ના" તમારી જિંદગી બદલી દે છે!!

જિંદગી માં અહીં ક્યા સપના પુરા થાય છે,
સપના પુરા કરવા સાલી જિંદગી પુરી થય જાય છે.

જિંદગી ની નિશાળ કોઈ ને અભણ નથી રાખતી,
અનુભવ ની ટપલી મારી બધું જ શીખવી દે છે.

જિંદગી ની સાચી મજા તો ભોળા લોકો લે છે કારણ કે,
હોશિયાર લોકો ને તો બોલવામા પણ પ્લાન કરવો પડે છે...!!

બધું Perfect નહી હોય તો ચાલશે,
બસ Real હોવું જોઈએ... 🙏

જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો... 🙏

વિશ્વાસ અને પ્રાર્થના આત્માના બે વિટામીન છે,
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ... 🙏

બાળપણ ABCD માં ગયું જવાની કીબોર્ડ પર વીતી રહી છે..!!

જીંદગી બધા માટે એક જ છે સાહેબ પણ...
ફરક બસ એટલો છે કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે તો...
કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે...

ભૂલવા જેવી વાતો યાદ છે એટલે તો...
સાહેબ જિંદગી માં વિવાદ છે. 🙏

જયારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે...
કુદરત કોઈ આગંળી પકડનાર ને મોકલી દે છે કદાચ આનું નામ જ જિંદગી છે... 🙏

ગમશે નહી તો પણ ગમાડવું પડશે,
જીવન રમકડું છે રમાડવું તો પડશે જ.

Golden truth of life quotes gujarati

બે પ્રકારના લોકો થી હંમેશા સાવધ રહો:
૧. જે તમારામાં ખામી નથી તેની ટીકા કરનાર
૨. જે તમારામાં ખૂબી નથી તેની પ્રશંસા કરનાર

અસત્ય ગમે તેટલું વજનદાર હોય, સત્ય તેને પછાડી જ નાખે છે

માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો પણ...
સારા પરિણામ માટે જ્યાં સુધી એક વાર તમારા વિચાર ન બદલો ત્યાં સુધી બધું નકામું

સલાહ હંમેશા હારેલા વ્યકિત ની માનવી,
અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિ નો લેવો.

જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે, એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થયી જશે.

પાપ ચોક્કસપણે ખરાબ છે પણ એનાથી વધારે ખરાબ છે પુણ્ય નું અભિમાન

સાચું બોલવું એ શ્રેષ્ઠ છે, સાચું સાંભળી લેવું એ સર્વશ્રેષ્ઠ છે.

જે સમસ્યાનું કોઈ સમાધાન નથી, એ સમસ્યા નથી પણ હકીકત છે.

છાંયડો વડ નો હોય કે વડીલો નો. હમેશાં ઠંડક જ આપે.

જીભ તોતડાય એ કુદરતનો દોષ છે પરંતુ...
જીભ તોછડાય એ આપણો દોષ છે

બોલવું એ ચાંદી છે. મૌન રાખવું એ સોનું છે.
યોગ્ય સમયે બોલવું એ હીરા-મોતી છે.

કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે

અવાજ ઊંચો હશે તો અમુક લોકો સુધી જ પહોંચશે, વિચારો ઊંચા હશે તો અનેક લોકો સુધી પહોંચશે.

વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે

જીવન માં સંતોષ મેળવવા માટે માત્ર એક વસ્તુ છોડવી જરૂરી છે. સરખામણી.

સવારે ચાલવા જવું લાભકારી તો છે જ પરંતુ...
દિવસ દરમ્યાન ઘણું બધું ચલાવી લેવું અતિ લાભકારી છે

માટી ની ભીનાશ જેમ વૃક્ષના મૂળ ને પકડી રાખે છે,
તેમ શબ્દો ની મીઠાશ મનુષ્ય નાં સંબંધો ને પકડી રાખે છે.

જે વ્યક્તિ સાચો છે પણ તેની પાસે સબૂત કે સાક્ષી નથી, એનો કેસ કુદરત લડે છે.

સારા માણસની કિંમત બે વખત થાય છે:
૧. ગરજ હોય ત્યારે
૨. ગેરહાજર હોય ત્યારે

વધારે દૂર જોવાની રાહ માં નજીક નું ઘણું બધું જતું રહે છે

ખીલવા માટે જમીનમાં દટાવું પડે છે

તસવીર એડિટ થઈ શકે, તકદીર નહીં

જ્યારે પણ પોતાને બહુમતીમાં નિહાળો ત્યારે માની લેજો કે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે

આદેશ આપવાને બદલે ઉપાય આપો, કામ સરળ થઈ જશે

પ્રશંસાને મગજ માં નહીં ભરાવવા દો,
નિષ્ફળતાને હૃદય માં નહીં જવા દો

માન અને વખાણ માગવાથી નથી મળતા તેને કમાવવા પડે છે

નથી આવડતું તેનો ઉપાય છે,
નથી સમજાતું તેનો ઉપાય છે પણ...
નથી કરવું તેનો કોઈ ઉપાય નથી

આજનો માણસ કમાણી થી નહીં, જરૂરિયાતો થી ગરીબ છે

અરીસા માં માનવી માત્ર,
સૌંદર્ય જોવા માંગે છે સત્ય નહી...

ક્યારે શુ લેવું અને ક્યારે શુ છોડવું એની આવડત, એટલે સમજણ...

જેની જરૂર નથી તે ખરીદશો તો...
જેની જરૂર હશે તે પણ વેચવું પડશે..

જીવનમાં આવતી સમસ્યાઓ થી ટેવાઈ જાઓ સાહેબ....
સમાજ ને તમારા કામ થી જ મતલબ છે તમારા વિચારો થી નહી...

કાગળ ક્યારેય રડતા નથી સાહેબ...
એ તો બસ માનવી ને રડાવી દે છે.
પછી ભલે તે પ્રેમપત્ર હોય, રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ...

નીતિ સાચી હોય ને સાહેબ તો,
નસીબ ક્યારેય ખરાબ ના થાય...

આપ ગમે તેટલું ધન કમાઈ લેશો
“મૃત્યુ નોંધ” માં તો “નિધન” જ લખાશે..!!

તહેવારો એટલે મશીનમાંથી, માનવ બનવા નો અવસર... 🙏

તમે દિલથી કોઈની મદદે જાવ છો ત્યારે ઈશ્વર દિલથી તમારી મદદે આવે છે..!!

બને એટલું સરળ બનવું સ્માર્ટ નહી કારણ કે...
ઈશ્વરે બનાયા છે, SAMSUNG એ નહી..

તફલીક આપનારને ભલે ભૂલી જાવ સાહેબ પણ...
તફ્લીકમાં સાથ આપનારને ક્યારે ના ભૂલતા... 🙏

બધું યાદ રાખવું એ આજકાલ સજા છે,
ખરેખર તો ભૂલી જવા માં જ મજા છે... 🙏

યાદ રાખજો સાહેબ કે તમે, જેટલું ઓછું બોલશો એટલી જ તમારા શબ્દો ની કિંમત વધુ થશે.

કિનારો ના મળે તો વાંધો નય સાહેબ પણ કોઈ ને ડુબાડી ને ક્યારેય પણ તરવું નહી... 🙏

સમૃદ્ધ થવા હોડ લાગી છે આજકાલ,
જરાક પૂછી લેજો મોટા મોટા બંગલા વાળાઓ ને...
રાત્રે સૂતી વખતે ગોળી💊 લેવી પડે એ ઊંઘ કોઈ કામ ની નથી.

માણસ નો સુ વાંક કાઢો છો સાહેબ,
થોડા પૈસા વધી જાય તો પાકીટ પણ ફૂલી જાય છે....💫🙏

નિયત અને વિચાર સારા હોવા જોઈએ,
બાકી વાતો તો બધા સારી કરી લેતા હોય છે...💯🙏

તદ્દન નવી દવા ની શોધ થય છે.😊
મોઢામાં જીભ મૂકી રાખવાથી,
ઘણી બધી મુશ્કેલી થી રાહત મળે છે...❤️

ખોટું કરે એનું કોઈ દિવસ ટકતું નથી અને,
સારુ કરે એનું કોઈ દિવસ અ ટકતું નથી.

જો દુનિયા મા કઈ છોડવા જેવું હોય તો સાહેબ પોતાને ઉંચા અને બીજા લોકો ને નીચા દેખાડવાનું છોડી દો... 🙏🙏>

મહાન એ નથી સાહેબ જે લોકો પર શાસન કરે મહાન એ છે જે લોકો ના હૃદય પર શાસન કરે. 🙏🙏

સુદરતા મન ની રાખજો સાહેબ કારણ કે...
ફેસવોસ થી મોઢા ચમકે દિલ નહી...😇

મજાક મસ્તી જ "ઓક્સિજન" નું કામ કરે છે,
બાકી અહીં તો માણસ પડે પડે ગૂંઘડાઈ ને મરે છે...❣🙏

નીતિ સાચી હોય ને સાહેબ તો,
નસીબ ક્યારેય ખરાબ ના થાય...✨

ગરબા હોય કે જિંદગી કયો પગ કયાં મુકવો એ આવડી જાય તો જ તમે સાચા.....🙏🙏

ગુજરાતી કટાક્ષ વાક્યો | Sad Life Quotes in Gujarati

મંદિર ભગવાનને મળવા જાઓ.
જીવનની ફરિયાદો કરવાં ઘરમાં અરીસો રાખો.

પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો
આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે.

એવા લોકો માટે સમુદ્ર ઓળંગવા નું રહેવા દો, જે લોકો તમારા માટે ખાબોચિયું કૂદવા પણ તૈયાર ન હોય.

આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો કારણકે...
દુનિયા EDITING કરીને SHARE કરવામાં હોંશિયાર છે.

ઇર્ષા એ કમર ના દુખાવા જેવી છે,
એક્સ રે માં પણ ના આવે અને નિરાંતે બેસવા પણ ના દે.

માન્યતા અને પૂર્વગ્રહ ના કપડાં એટલા ફીટ ન પહેરવા કે શ્વાસ લેવામાં તકલીફ થાય

અરીસા માં જો પોતાના ચિત્ર ને બદલે ચરિત્ર દેખાતું હોય તો કોઈ જોવાનું પસંદ નહીં કરે.

સાચા નાગ ની ફેણ કરતાં,
ખોટા માણસની તરફેણ વધુ ઝેરી હોય છે.

કુદરતે મોટા ભાગના જીવોને આડા બનાવ્યા છે અને માણસને ઊભો. જે માણસો હજી સુધી આ વાત સમજી જ નથી શક્યા એ હંમેશા આડા જ ચાલતા હોય છે.

માણસ તો બધા ઘર માં જન્મે છે સાહેબ,
બસ માણસાઈ ક્યાય જન્મથી નથી આવતી...

મફત મા મળતી આ જિંદગી ને જીવવી, ખુબ જ મોંઘી છે સાહેબ...

જીત નક્કી હોય ત્યારે અર્જુન બનવા તો બધા જ તૈયાર હોય છે. મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે અભિમન્યુ બનવા સાહસ જોઈએ.

બીજાને આનંદીત જોઇ ખુશ થવું એ નિરોગી મનનું લક્ષણ છે.

આખી દુનિયા ને જોનારી આંખ પોતાની અંદર પડેલો કચરો જોઈ શકતી નથી.

જે કંઈ કરી શકે છે, તે કરે છે.
જે કંઈ નથી કરી શકતો, એ શિખામણ આપે છે.

જેટલા સાચા હશો, તેટલા એકલા હશો,
લોકોને સત્ય જાણવું છે પણ માનવું નથી.

દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે, તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે.

સુખ હોય પણ શાંતિ ન હોય તો સમજવું કે તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો.

સત્ય બોલનાર હંમેશા કડવા અને દરેક જગ્યાએ એકલા હોય છે અને જૂઠું બોલનાર હંમેશા મીઠા અને દરેક જગ્યાએ ભેગાં હોય છે

જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરે, એ જ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરે છે

અહંકારમાં ન રહેવું કે મારા વગર બધું અટકી જાય કારણકે આકાશ આખું ટેકા વગર ટકી રહ્યું છે.

હીરા પારખું કરતાં પીડા પારખું નું મહત્વ વધારે હોય છે

લોકો આપણને જાણવા કરતાં આપણાં વિશેની ધારણાઓ થી વધુ જાણતાં હોય છે.

સંબંધો પહાડ જેવાં થઈ ગયા છે, જયાં સુધી આપણે ના બોલીએ નહીં ત્યાં સુધી સામેથી અવાજ જ નથી આવતો.

સત્ય એમના માટે જ કડવુ છે, જેમને જુઠા ના સ્વાદ ની આદત પડી ગઇ છે.

આપણે કંઈ બનવું હોય તો બીજાને બનાવવાનું બંધ કરવું જોઈએ.

આમતો વર્તુળ મારું ખૂબ મોટું હતું, સાચું બોલતો ગયો અને વ્યાસ ઘટતો ગયો

શંકાનો નકશો લઈને બધાને શ્રધ્ધા સુધી જવું છે, પગમાં પાપની ધૂળ છે છતાં સ્વર્ગમાં જવું છે

દુનિયા મોટા માણસોનાં અહમ્ ને personality કહે છે અને નાના માણસોનાં અહમ્ ને attitude કહે છે

આપણે એવો સમાજ ઘડી ચૂક્યા છીએ જ્યાં ભોળપણ હાસ્યાસ્પદ બને છે અને કપટ સ્માર્ટનેસ ગણાય છે

ભાનમાં રહીને જુઠ બોલવું એનું જ નામ કપટ.

લોકો ગરીબ સાથેનો નજીકનો સંબંધ છુપાવે છે અને અમીર સાથેનો દૂરનો સંબંધ પણ વધારીને બતાવે છે

દુનિયામાં બોલાતી સૌથી મીઠી ભાષા મતલબની છે.

આ જગતમાં બધા જ જાદુગર છે,
પોતાની હકીકત કોઈને બતાવે નહીં.

જીભને સાચવવી એ સોનાના ઘરેણાં સાચવવા કરતા અધરી ચીજ છે.

મોઢા પર માસ્ક નહીં પહેરવાની સજા પોતે ભોગવવી પડશે પરંતુ...
મોઢું બંધ કરીને સહન કરવાની સજા આવતી પેઢી ને સહન કરવી પડશે

સામાન્ય રીતે માણસ સત્ય શોધવા પ્રયત્ન નથી કરતો પણ પોતે જે માને છે એને જ સત્ય સાબિત કરવા ઝઝુમે છે.

બીજાને સારું લગાડવા જૂઠ બોલીને મનમાં ઘુટાવું એના કરતાં બીજાને ભલે ના ગમે પરંતુ...
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી વધારે સારી

સાચા નાગ ની ફેણ કરતાં,
ખોટા માણસની તરફેણ વધુ ઝેરી હોય છે.

જે કૂવામાં થી લોકો પાણી પીતા હોય છે તે ક્યારેય સુકાતો નથી

જો તમને માનસિક શાંતિના બદલામાં સામ્રાજ્ય મળે તો પણ તમે પરાજીત છો.

વાણીમાં અજબ પ્રકારની શક્તિ છે. કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે.

માણસ પોતાની ભૂલો માટે ખુબ સુંદર વકીલ બને છે જયારે...
બીજાની ભૂલો પર સીધો જ જજ બની જાય છે.

ધર્મ કોઈ પણ હોય સાહેબ,
સારા માણસ બનજો કેમ કે હિસાબ તમારા કર્મ નો થશે ધર્મ નો નહી...

જ્યાં સુધી તમારી ખુશીઓ બીજા પર આધારિત છે ત્યાં સુધી
તમારું દુઃખ પણ પોતાનું નથી...

રોજેરોજ માણસાઈ નું સ્તર નીચું જતુ જાય છે અને...
માણસો નો દાવો છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છે...

પાપ ચોક્કસ પણે ખરાબ છે અને...
એનાથી પણ ખરાબ છે પુણ્ય નું અભિમાન કરવું...

પોતાના કામ પોતે જ કરવા સાહેબ...
લોકો કામ કરીને ઉપકાર ગણાવી દે છે..!!

લોકો સુખ ની ચાવી શોધે છે પણ...
સવાલ એ છે કે સુખ ને તાળું માર્યું કોને ?

જીવન માં ક્યારેય હારવાની બીક લાગે તો,
જીતવાની ક્યારેય આશા નઈ રાખવી...

નજર અંદાજ તો ઘણું કરવા જેવુ છે વ્હાલા પણ,
અંદાજ એવો રાખવો કે બધુ નજરમાં જ રહે... 🙏

ગુજરાતી ભાષામાં જીવન ઉપયોગી સુવિચાર | Best Quotes for Life in Gujarati text to Brighten Your Day શોધવામાં રસ ધરાવતા હો, આ અવતરણો તમારા હૃદયને સ્પર્શશે અને તમારા આત્માને જાગૃત કરશે. તેમને તમારા પ્રિયજનો સાથે શેર કરી તેમાં રહેલા આનંદ અને શાણપણનો ફેલાવો કરો.