Happy birthday wishes for wife in Gujarati | પત્નીને (જીવનસાથી) જન્મદિવસ ની શુભકામના સંદેશ
તેની પાસે ઘણી ભૂમિકાઓ ભજવવાની છે: એક પત્ની, માતા, સંભાળ રાખનાર, અન્નપૂર્ણા, આયોજક અને શિક્ષક, એ તો થોડાક જ નામ છે.
પત્નીને જન્મદિવસ ની શુભકામના or મુબારક કહેવા માટે ખાસ શબ્દો યાદ નથી આવતા. આ માટે અમે એકત્ર કર્યા છે Happy Birthday wishes for Wife in Gujarati font text SMS જે તમારા શબ્દો ની શોધ પૂરી કરશે.
Happy Birthday Wishes for Wife (જીવનસાથીના જન્મદિવસની શુભકામના)
Happy Birthday wishes for Wife in Gujarati font text SMS |
મારી જીવન સાથી અને મારી બેસ્ટ ફ્રેંડ,
મારા સુખમાં... સુખી, મારા દુઃખમાં... દુઃખી
હર હંમેશા મારી ચિંતા કરનાર...
મારી ધર્મ પત્ની (પત્ની નું નામ) ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જીઓ હાજરો સાલ...
Happy Birthday.
HAPPY BIRTHDAY MY LIFE PARTNER.
તું મારા સંઘર્ષના સમયની હમસફર
મારા નિર્ણાયક વળાંકોમાં મારો આધાર
મને ટોકતી અને મારામાં જીવતી એક લાગણીસભર પત્ની બસ તું છે તો હું છું
મારી લવેબલ લાઈફ અને લાઈફ પાર્ટનર બનવા બદલ તારો ખૂબ ખૂબ આભાર
આજે તારા જન્મદિવસ નિમિત્તે અઢળક શુભકામનાઓ પાઠવું છું.
જન્મદિવસની ખૂબ ખૂબ હાદિઁક શુભેચ્છાઓ મારી જિંદગીની સફરના સહયાત્રી ......
તું એટલે..
શૂન્યથી અનંત સુધીની યાત્રા,
વધતાં જતાં સ્મરણોની માત્રા.
તું એટલે..
ભાસના આભાસની પરિભાષા
શ્વાસના વિશ્વાસની એક આશા.
તું એટલે..
જિંદગી ને દોડવાનો ઢાળ છે,
બે દિલોને જોડનારી પાળ છે.
તું એટલે..
ઉકળતા અભરખાનો ગરમાવો,
હુંફ હુંફાળી મળ્યાનો એક દાવો.
તું એટલે ...
ગમતી પળોનો જાણે સરવાળો,
મીઠો મધુર સાથ લાગે ગરમાળો.
તું એટલે..
કૃષ્ણનો રસતરબોળ કરતો પાવો,
મનથી અલખ આરાધ્યાનો લ્હાવો.
તું એટલે ...
જિંદગી, જિંદગી હોવાનો દાવો,
સ્મરણોની ફોરમથી રુઝાતા ઘાવો.
મારી પ્રિયે, જન્મદિવસ મુબારક...💐🎂🎂💐
પ્રિયે, તું મારી પત્ની-અર્ધાંગિની કરતા મિત્ર વધુ છે...
આ દિવસ માટે હું ઈશ્વરનો આભારી છું, કે આ દિવસે તારા ચૈતન્યતત્વને શરીર મળ્યું જેથી હું તને પત્ની રૂપે પામી શક્યો...
મારી પાછળના પડદે રહેલી કોઈ શક્તિ હોય તો તે તું જ છે...
પત્ની પણ તું, મિત્ર પણ તું, અને ગુરુ પણ તું....
પ્રેમનો દીવો સતત સળગતો રહે તેવી ઈશ્વરને આ પવિત્ર દિવસે પ્રાર્થના...🙏🏻
આજે મારી પત્ની નો જન્મદિવસ છે, એના કરતા હું એમ કહેવાનુ વધુ પસંદ કરીશ કે...
આજે મારી બેસ્ટ ફ્રેંડ નો જન્મદિવસ છે...
કારણ કે કોઈ પણ પુરુષ ને પત્ની તો સહેલાઈ થી મળી જતી હોઈ છે પણ...
તે જ પત્ની ની અંદર ઍક સાચી મિત્ર મળવી તે ખૂબ કપરુ છે...
દિલ થી હેપી બર્થ ડે (પત્ની નું નામ)...
તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું જાણું છું કે…
આ પાછલા વર્ષમાં કેટલાક અઘરા સમય રહ્યા હતા,
પણ હું આશા રાખું છું કે આવનારું વર્ષ તમને લાયક સારું નસીબ આપે.
તમે મારા શ્રેષ્ઠ જીવનના સાથી છો અને હું મારા જીવનમાં તમારી હાજરી માટે ખૂબ આભારી છું.
મારી જીવનસંગિનીને જન્મદિવસની શુભેચ્છાઓ.
મારા જીવનનાં દરેક પડાવ પર મારી સાથે અડીખમ ઊભા રહી, મારા સુખ, દુખમાં એ સદાય સહભાગી રહી છે.
એનો આભાર માનું એટલો ઓછો છે.
આજે એનાં જન્મ દિવસે ઇશ્વરને એટલી જ પ્રાર્થના કે એનાં દરેક સ્વપ્ન પૂર્ણ કરે અને અઢળક સુખ પ્રદાન કરે.
મારી સુંદર પત્ની,
તારો જન્મદિવસ આવશે અને જશે પણ...
મારું હૃદય તમને શુભકામના પાઠવ્યા વગર ક્યારેય જવા નહીં દે.
જન્મદિવસ ની શુભકામના!
આજે મારી ધર્મ પત્ની અને મારા જીવન માં નવું આશા નું કિરણ લાવનાર...
મારા જીવન સાથી જેવોએ મારા દરેક સારા કાર્યો માં અને
મને સતત પ્રગતિ ના માર્ગ પર ચાલવા સાથ આપનાર નો જન્મદિવસ છે.
Happy Birthday my life partner...
જન્મદિવસ અને લગ્ન ની વર્ષગાંઠ
તું એટલે એવો સાથ કે તારા સાથે હોવા થી મને મારાં હોવાનો અહેસાસ થાય છે.
ખૂબ સરળ સ્વભાવ અને મારી હંમેશા કાળજી રાખે...
પોતાની ખુશી ની ચિંતા કર્યા સિવાય પરિવાર ને કેમ ખુશી મળે એનું ધ્યાન રાખે મારી જીવન સંગીની અને મારા ઘર નો હંમેશ નો ઉજાસ...
બધા ને પ્રેમ થી હસી ને જવાબ આપતી...
મારી પ્રેરણા સ્તોત્ર..એવી નયના નો આજે જન્મ દિવસ છે તેને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.
મારી જીવન સંગીની, મારા જિંદગીના તમામ ઉતાર-ચઢાવમાં મારી સાથે મજબૂતાઈથી ઉભી રહેનાર અને મને રાખનાર મારી બંન્ને બાળકો ની સુંદર માતા એવી મારી અર્ધાંગિની ને જન્મદિવસની શુભેચ્છાઓ.
તમારા જેવા સાચા મિત્ર સુંદર હીરા કરતા વધુ અમૂલ્ય છે.
તમે ફક્ત મજબૂત અને બુદ્ધિશાળી જ નહીં, પણ દયાળુ અને વિચારશીલ પણ છો.
તમારો જન્મદિવસ એ બતાવવાની સંપૂર્ણ તક છે કે હું તમારી ખૂબ કાળજી રાખું છું,
અને મારા જીવનમાં તમને મળવા માટે હું ઘણો આભારી છું.
તે સમયે હું તે જાણતો ન હતો, પરંતુ
તમે જન્મ લીધો તે દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે!
મારા શ્રેષ્ઠ જીવનના સાથી ને જન્મદિવસની શુભેચ્છાઓ !
મારા શ્રેષ્ઠ જીવનના સાથીને જન્મદિવસની શુભેચ્છા.
અહીં આપણે આવનારા વર્ષે પણ પોતાના જોક્સ પર હસવાનું અને એકબીજાને સમજીએ !
તમને સ્નેહ અને જન્મદિવસની શુભેચ્છાઓ!
જન્મદિવસના શુભ પ્રસંગે,
શું ભેટ આપુ તમને?
બસ આજ રીતે સવીકારી લેજો,
લાખો લાખો પ્રેમ તમને! જન્મદિવસની શુભેચ્છા પ્રેમિકા
આજે મારી પત્ની મારી અર્ધાંગિની નો જન્મદિવસ છે.
અગ્નિના સાત ફેરા લઈને આવે… પણ,
પવિત્ર અગ્નિના સાક્ષીએ એ પોતાને એકાંગમાંથી મુક્ત કરીને પતિના વામાંગમાં પોતાનું અર્ધાંગ પદ સહર્ષ સ્વીકારી પોતાના એકાંગ અસ્તિત્વનો ત્યાગ કરે..
અર્ધાંગિની ત્યારે સાર્થક કર્મમાં વામાંગી કહેવાય જ્યારે પતિના જીવનની દરેક પરિસ્થિતિમાં પત્ની અર્ધ અંગ સ્વરૂપે એ દરેક સારી, નરસી, સુખ, દુઃખ, વગેરે વર્તમાન પરિસ્થિતિઓનો પણ સામનો કરે….
– એવી જ રીતે મારી દુનિયામાં એક અર્ધાંગિની નું સ્વરૂપ સાર્થક કર્યું છે મારી ધર્મપત્નીએ જેને હંમેશા ડગલે ને પગલે મારી સાથ અને સહકાર આપ્યો છે.
બસ આવો જ જીવનસાથી હું જન્મોજન્મ માંગુ છું....
ફરી એક વાર જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
આજે મારી શ્રેષ્ઠ પત્ની નો જન્મદિવસ છે!
Happy birthday, 💞 💖My love.💖 💞
“With each year, I’ll love you more.
Remember that your best years are still ahead of you and I’ll be there for you at life’s every up and down and the in-between.
તે મને અને મારી ખામીઓને સહન કરી છે.
તે મર્યાદાઓ અને કલ્પનાઓ દ્વારા સહન કર્યું છે.
તે મારી હેરાન કરનારી ટેવ અને મારી ભૂલો સહન કરી છે.
તું મારા જીવનનો આધારસ્તંભ છો.
શ્રેષ્ઠ પત્નીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન ..
🎊🎉💞🎂💞🎉🎊
Many many happy returns of the day
આજે મારી પત્ની નો જન્મદિવસ છે એના કરતા હૂ એમ કહેવાનુ વધુ પસંદ કરીશ કે આજ મારી બેસ્ટ ફ્રેંડ નો જન્મદિવસ છે...
કારણ કે કોઈ પણ પુરુષ ને પત્ની તો સહેલાઈ થી મળી જતી હોઈ છે પણ તે જ પત્ની ની અંદર એક સાચી મિત્ર મળવી તે ખૂબ કપરુ છે...
આજે અમારા ઘર ની એક એવી સ્ત્રી નો જન્મદિવસ છે જે પત્ની, માં, દીકરી,વહુ,ભાભી,દોસ્ત જેવી બધી જ જવાબદારી નિભાવે છે..
અર્ધાંગીની નું ઋણ મંજૂર,
તે આપેલું, હર સુખ-દુખ મંજૂર...!
અજાણ્યો હું, મારો હાથ પકડી ને સાથે આવી,
મારા પર નો તારો આ અફર ભરોસો મંજૂર...!
મધ દરિયે ડોલતી મારી જીવન નાવ ને તે તારા સાથ રૂપી સાહિલ આપ્યો, એ સાથ મંજૂર...!
પ્રેમ ને હમેશા હું પરોક્ષ ગણતો,
પ્રત્યક્ષ કરાવેલ તારો પ્રેમ મંજૂર...!
આપણે ફરેલ, મંગળફેરા,
કરેલો હર એક વાયદો મંજૂર...!
તારા વિના હું શૂન્ય છું
શૂન્ય માંથી તારું કરેલ હર સર્જન મંજૂર...!
જીવન ની જેમ, મૃત્યુ પણ નક્કી જ છે,
હરદમ તારો સાથ દેવાની મારી પ્રતિજ્ઞા મંજૂર...!
સબંધ આપણો અફર છે અમર છે,
હર અવતાર માં તારો જ સાથ આપવાનું વચન મંજૂર...!!!
Wish u Happy Happy birthday (wife name)
મારા...જીવન માં ડગલે ને પગલે...
સુખ અને દુઃખ માં... સમાજ કાર્ય માં... આંદોલન માં હર હમેશ સાથ આપનાર ...
મારી ધર્મ પત્ની ને જન્મદિવસ ના ખૂબ..ખૂબ...અભિનંદન.....
Happy birthday my... dear....
3 تعليقات