Ram Navami Wishes in Gujarati: Share Blessings and Joy | રામ નવમીની શુભકામનાઓ
Ram Navami Wishes in Gujarati Language
અનુક્રમણિકા (Index)
![]() |
ram navami wishes in gujarati |
🚩 જય રઘુનાથ 🏹
પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ પર આપને અને આપના પરિવારજનો ને
રામનવમીની શુભકામનાઓ... 🎉
🏹 રામનવમીની હાર્દિક શુભકામના 🏹
ભગવાન રામ હંમેશા આપણું માર્ગદર્શન કરે અને જીવનમાં આપણું રક્ષણ કરે.
રામનવમીના શુભ અવસર પર, આપણે બધાને સુખ અને સમૃદ્ધિ મળે એવી કામના 🙏 કરીએ છીએ.
ભગવાન શ્રી રામ અવતરણના પાવન પર્વ રામનવમીની સૌને શુભકામનાઓ.
આ પર્વ આપણા જીવનમાં સંયમ, ત્યાગ, સદાચાર અને શૌર્યના ગુણોનો સંચાર કરે તેવી પ્રાર્થના. 🛐
આદર્શ પુત્ર, આદર્શ પતિ
આદર્શ ભાઈ, આદર્શ મિત્ર
આદર્શ રાજા 👑 કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે શ્રી રામ.
રામ નવમીની ખૂબ ખૂબ શુભેચછાઓ. 💐
![]() |
happy ram navami wishes in gujarati |
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા.
આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને ઉતારી આપણાં જીવનને ધન્ય બનાવીએ.
તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી દશરથ નંદનને પ્રાર્થના. 🙏
🏹 જય જય શ્રીરામ 🏹
રામનવમીની શુભકામનાઓ...
આજનો મંગલદીન એટલે ભગવાન રામનું કેવળ પુજન નહી..!
પરંતુ એમના ગુણોનું પુજન કરી એ ગુણોને આપણા જીવનમા લાવવા કટીબધ્ઘ બનવું...
🏹 જય શ્રી રામ 🏹
દુર્જનોનો નાશ કરીને કુશળ પ્રશાસનનો આદર્શ સ્થાપિત કરનાર...
મર્યાદા પુરુષોત્તમ "શ્રી રામનવમી" ની હાર્દિક શુભેચ્છાઓ.
🏹 જય જય શ્રી રામ 🏹
![]() |
happy ram navami status in gujarati |
શ્રી રામનવમીના મંગલ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... 🙏
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ આપ અને આપના પરિવાર પર સદૈવ બન્યા રહે તેવી પ્રાર્થના... 🛐
શ્રી રામનવમીની શુભકામના 🙏
મનને મુક્ત, શુદ્ધ અને ઉન્નત કરી શકે તેવું સૌથી મોટું સૂત્ર છે રામ-નામ,
રામનું નામ અમર અમરત્વનો માર્ગ બતાવવા માટે રામના રૂપમાં આવ્યા હતા.
તમે ભગવાન રામ પાસેથી શક્તિનો સાચો અર્થ શીખો.
ધૈર્ય અને પ્રબળ ઈચ્છાશક્તિ તમને અને તમારા પરિવારને રામનવમીની શુભકામનાઓ. 💐💐💐
શ્રી રામનવમી ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🙏
Ram Navami Wishes for Friends in Gujarati
![]() |
Happy Ram Navami Wishes in Gujarati language |
રઘુકુલ નંદન ક્ષત્રિય શિરોમણિ મર્યાદા પુરુષોત્તમ સુર્યવંશી સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મોત્સવની બધાં મિત્રો ને હાર્દિક શુભકામનાઓ... 🎉
🙏 જય જય શ્રી રામ 🙏
भये प्रगट कृपाला दीनदयाला कौशल्या हितकारी।
हरषित महतारी मुनि मन हारी अद्भुत रूप बिचारी॥
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યદિવસ 'રામનવમી' ની હાર્દિક શુભકામનાઓ. 🎉
![]() |
Happy Ram Navami Greetings in Gujarati language |
રામનવમીની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા. 💐
પરમકૃપાળુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કૃપા આપ અને આપના પરિવાર ઉપર બની રહે એવી પ્રાર્થના... 🛐
ભીતર પોઢેલા 'રામ' ને જગાડવાનો અવસર એટલે "રામનવમી"
મર્યાદાપુરુષોત્તમ ભગવાન 'શ્રી રામ' ના જન્મદિન 'રામનવમી'ના પાવન તહેવાર નિમિત્તે આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ. 💐
![]() |
Happy Ram Navami Status text sms in Gujarati |
રામનવમી ના પાવન પર્વ નિમિતે આપને તથા આપના પરિવારને રામનવમીની શુભેચ્છા. 💐
પ્રભુ રામ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી જગતના તારણહાર ને હ્રદય પુર્વક પ્રાર્થના. 🙏
🚩 જય શ્રી રામ 🚩
લોકોત્તર પુત્ર, લોકોત્તર બંધુ,
લોકોત્તર શત્રુ, લોકોત્તર ધર્મનિષ્ઠ,
લોકોત્તર રાજા, લોકોત્તર વલ્લભ,
કર્તવ્યનિષ્ઠ, સ્વાર્થત્યાગ ની પરાકાષ્ઠા,
માનવજાત માટે આદર્શ એવા...
શ્રી રામ ની જન્મ જયંતી ની શુભેચ્છા.
રામને ફક્ત નમસ્કાર કરીને નહિ પણ...
તેના ગુણો જીવન માં ઉતારીએ તો ખરી રામનવમી. 🚩
Ram Navami wishes with Name in Gujarati
નીચે આપેલી શુભકામના માં તમારું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં તમારું નામ લખો ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.
આજે રામનવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મ એટલે કે પ્રાગટ્ય દિવસ.
રામનવમીના આ પવિત્ર પાવન દિવસે આપ સૌને 'તમારું નામ' તરફથી હાર્દિક શુભેચ્છા...
Ram Navami SMS in Gujarati
ભગવાન નું નામ-
राम => સર્વમાં રમી રહેલા પ્રભુ.
જેની શક્તિ થી સર્વ પ્રાણી કાર્યરત રહે છે.
સર્વને ચલાવનાર સર્વવ્યાપક શક્તિને રામ નામ થી ઓળખાય છે".
रमन्ते योगिन: यस्मिन् राम:" जिसमें योगी लोगों का मन रमण करता है उसी को कहते हैं 'राम'.
🙏રામનવમી ની શુભેચ્છા શુભકામના નમસ્કાર🙏
સૌને રામનવમીની શુભકામના
જન્મ થી મોત સુધી ઉતમોતમ એકજ નામ... રામ
છોડશો અસત્ય નો સાથ તો જ મળશે... રામ
છોડશો મોહ માયા ને ખોટા કામ તો મળશે... રામ
રાખશો વચન શીલતા માન મર્યાદા તો મળશે... રામ
મળશે સુખ શાંતિ સંતોષ જ્યારે જપશો... રામ
"ચંદ્ર" સૂર્ય જેમ સદા તેજ પ્રકાશિત રહેશે નામ... રામ
By:- "ચંદ્ર" ચંદ્રકાન્ત હરીલાલ માઢક
༺꧁👑જય શ્રી રામ 👑꧂༻
🙏રામનવમી ની હાર્દિક શુભકામના 🙏
ભગવાન શ્રી રામ તમારી બધી મનોકામના પુરી કરે એવી શુભેચ્છા.
🙏બોલો સીયા વર રામ 🏹ચંદ્ર કી જય,
પવન સુત હનુમાન કી જય...🌱🌱
મારા પરિવાર તરફથી આપ સર્વે અને આપના પરિવારના તમામ સભ્યોને રામનવમી ની હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપના પરિવાર ને સુખ, શાંતિ, સમૃદ્ધિ, એશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામનાઓ.
🙏🌹 જય શ્રી રામ 🌹🙏
![]() |
Happy Ram Navami Messages in Gujarati |
|| જય શ્રી રામ ||
ચૈત્ર સુદ નોમ 'રામનવમી' ના પાવનપર્વે આપને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.
મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ હંમેશા સુખ😊, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
🙏🏻🙏🏻 જય શ્રી રામ 🙏🏻🙏🏻
मंगल भवन अमंगल हारी द्रबहु सुदसरथ अचर बिहारी राम सिया राम सिया राम जय जय राम🙏
રામનવમીની હાર્દિક શુભકામના.
🚩 રામનવમીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🚩
!! રામ !! એટલે જીવનમાં ભાવના અને કર્તવ્ય ના સતત સંઘર્ષની સામે અડીખમ ઊભા રહેનાર,
જીવંત આત્મવિશ્વાસ,
મર્યાદા પુરુષોત્તમ,
પ્રેમની પરાકાષ્ઠા.
મંગલ ભવન અમંગલ હારી,
દ્રવહુ સુદશરથ અચર બિહારી...!
આપ સૌને રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ...🚩🚩
Ram Navami Quotes in Gujarati
![]() |
Happy Ram Navami Quotes text SMS in Gujarati |
રામ એટલે... આપણી અંદર રહેલો પ્રકાશ!
સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે.
બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે,
જયારે કે આત્મા એ રામ છે.
આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…
રામ, કૃષ્ણ કે રાવણ આપણા મન માં છે મૂર્તિ મા નહિ.
રામનવમી ની શુભકામના
🏹 રામનવમી ની હાર્દિક શુભકામનાઓ 🏹
આજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી નો પ્રાગટ્ય ઉત્સવ એટલે રામનવમી
પિતૃ આજ્ઞા માટે ૧૪ વર્ષ વનવાસ દરમ્યાન સમગ્ર માનવજાત ના કલ્યાણ અને ઉત્કર્ષ અર્થે માનવીય મર્યાદા માં રહી,
નર માંથી નારાયણ, પુરુષ માંથી પુરુષોત્તમ
કેવી રીતે બનવું તે વિચારવાનો પાવન પર્વ એટલે રામનવમી.
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોતમ ગણાય છે, જયારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોતમ ગણાય છે.
શ્રી રામ નો જન્મ ચૈત્ર સુદ નવમી ના રોજ થયો હતો તેથી,
રામનવમી નું મહત્વ અનેરું, અનોખું અને અદ્વિતીય છે.
🛕 જય શ્રી રામ 🏹
‘રામ’ માત્ર નામ નથી.
રામ ભારતનો સાંસ્કૃતિક વારસો છે.
રામ એ સનાતન ધર્મની ઓળખ છે.
ભગવાન શ્રી રામના ચરિત્રમાં દરેક પગલામાં ગૌરવ, ત્યાગ, પ્રેમ અને જાહેર વ્યવહારનું દર્શન છે.
આપ સૌને શ્રી રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!
રામનવમીની હાર્દિક શુભેચ્છા
ક્રોધ પર જેમણે વિજય મેળવ્યો છે,
જેમના પત્ની 'સીતા' છે,
જે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણનાં ભાઈ છે.
જેમના ચરણોમાં 'હનુમંત લલ્લા' છે...
એ પુરષોત્તમ રામ છે.
ભક્તો નાં જેમાં પ્રાણ છે એવા...
મર્યાદાપુરષોત્તમ ભગવાન શ્રીરામને કોટી કોટી પ્રણામ.
🙏 શ્રી રામ જય રામ જય જય રામ 🙏
રામ ભગવાન નું ત્યાગ, સીતા મા નું ધૈર્ય,
લક્ષ્મણજી નું તેજ અને હનુમાનજી ની ભક્તિ
આપણ ને જીવન માં ઘણી બધી શીખ આપે છે.
રામ નવમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
રામનવમીની હાર્દિક શુભકામના.
સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે ભગવાન શ્રીરામ.
જે આપણા આદર્શ બને અને પ્રત્યેકના હ્રદય માં રામરાજ્યની સ્થાપના થાય.
જયશ્રીરામ
શ્રી રામનવમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભારતીય સંસ્કૃતિનાં અવતાર વાદ મુજબ ભગવાન વિષ્ણુનાં સાતમાં અવતાર રૂપે શ્રી રામનો અવતાર ગણાય છે.
ત્યાગ, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનો ત્રિવેણી સંગમ એટલે પ્રભુ શ્રી રામ.
"રામો ભૂત્વા રામમ્ યજેત" શ્રુતિ વચન પ્રમાણે આપણાં સૌના જીવનમાં આવા દૈવીગુણ નિર્માણ થાય એજ રામનવમીની શુભકામનાઓ.
શ્રી રામનવમીની અનંત શુભેચ્છાઓ.
શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે.
સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે.
રામનવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.
તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ કે રામ એ સંસારનો વિશ્રામ છે.
જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર ઉદ્ધાર નથી.
ભગવાન રામ ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏
Ram Navami Shayari in Gujarati
![]() |
Happy Ram Navami Shayari text sms in Gujarati |
રામ જેનું નામ છે, અયોધ્યા જેનું ધામ છે,
એવા રઘુનંદન ને... મારા પ્રણામ છે.
રામનવમી ની હાર્દિક શુભેચ્છા.
🙏🙏 જય શ્રી રામ 🙏🙏
હરણ સીતાઓનું તો માત્ર એક બહાનું છે.
બધા જ રાવણ અંતે ઢળે છે રામ તરફ...
બધા જ મિત્રો ને રામનવમી ના પાવન પર્વ ની શુભકામનાઓ 🙏💐
ભેગા કરીશું બોર તો એ કામ આવશે..
ક્યારેક.... તો મારી ઝુપડી એ પણ મારો રામ આવશે....!!
રામનવમી ની હાર્દિક શુભકામના
હે રાવણ.. મળ્યુ તને શું થોડુ શાણપણ દેવમાથી દાનવ થઈ ગયો,
એ મારો રામ હતો.. જે છોડી શાસન અમર એવો માનવ થઈ ગયો.🙏🏻
રામનવમી_ની_શુભકામના
કેમ રે કહીએ ચંદ્ર આ વાતડી
તુજથી ભલી છે રે તારી ચાંદની
તમે છો રૂડા રૂડા મારા રામજી
પણ એથીય રૂડા તમારા નામજી
તમથી ભલી ચરણ રજ રામજી
રામનવમી ની શુભેચ્છા...
શ્રી રામ જય રામ જય જય રામ,
રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ,
રામનવમી ની સહુ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ...
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન રામનવમી ની શુભકામનાઓ | Ram Navami Wishes in corona pandemic
જય જય શ્રી રામ....
સમગ્ર ( સમસ્ત) ભારતવાસીઓને ચૈત્ર સુદ નવમી તિથિ એ 🌹 રામનવમી 🌹 નિમિત્તે હાર્દિક શુભકામનાઓ સાથે વિશ્વકલ્યાણ અર્થે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ને પ્રાર્થના......🌸🌸🌸
◆ ઘરે જ રહો ◆
◆ સુરક્ષિત રહો ◆
સર્વ ભારતવાસી ને રામનવમી ની હાર્દિક શુભેચ્છા
ભગવાન રામ ભારત દેશ પર આવેલા આ મહામારી ના સંકટ માં સર્વ દેશવાસી ની રક્ષા કરે અને બધાને આ તકલીફ માં લડવા ની શક્તિ આપે એવી મા ભગવતી અને ભગવાન રામ ને પ્રાર્થના.
જય દ્વારકાધીશ મહારાજ અને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
મર્યાદા પુરુષોત્તમ ભગવાન 'શ્રી રામ' ના જન્મદિન 'રામનવમી'ના પાવન તહેવાર નિમિત્તે આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ.
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ મહામારીની આફતથી મુક્ત થાય, જનજીવન ફરી સામાન્ય બને, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરીએ.
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જી ની જન્મજયંતી "રામનવમી"ની હાર્દિક શુભકામનાઓ.
ઘરે રહો,સ્વસ્થ રહો.
Funny Ram Navami Wishes in gujarati
પત્ની ને અનહદ પ્રેમ કરનારા🌹
એના બધા લાડ પુરા કરનારા👜
એનો ગુસ્સો ચૂપ ચાપ સહન કરનારા😡🙌🏻
કીધેલું ના માનનારા પણ તેનું રક્ષણ કરનારા💪🏼
પોતે ભૂલ ના કરી હોય તો પણ... તેની રામાયણ શાંતિ થી સાંભળનારા😔
ઘર ઘર ના "શ્રી રામ" ને રામ નવમી ની ખૂબ ખૂબ શુભેચ્છઓ 🙏🏻
Join the conversation