Republic Day 2024 Wishes text SMS in Gujarati language | 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ
Express Your Pride in the Nation: Best Happy Republic Day (26 january or gantantra diwas) Wishes, Greetings, Quotes, Status and Shayari in gujarati text SMS. Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day.
ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.
26 january republic day wishes, quotes, shayari and status in gujarati |
Republic Day Wishes text SMS in Gujarati Language | ગણતંત્ર દિવસની શુભકામનાઓ
26 january republic day 2025 wishes in gujarati |
ગણતંત્ર દિવસ સાથે દેશની અનેક મહત્વપૂર્ણ યાદો જોડાયેલી છે,
આઝાદી પછી 26 જાન્યુઆરી 1950 ના દિવસે દેશમાં બંધારણ લાગુ થયુ,
જે અંતર્ગત ભારતને એક લોકશાહી ગણતંત્ર રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યુ,
આજના આ પાવન દિવસે આપણે સહુ દેશ પ્રત્યે પોતાના સંકલ્પને દોહરાવતા
બંધારણના મૂલ્યોની રક્ષા માટે સંકલ્પબદ્ધ બનીએ...
🇮🇳 જય હિંદ 🇮🇳
કોઇ પણ કાર્ય ની સિદ્ધિ માટે બંધારણ હોવું ખુબ જરૂરી છે.
પછી એ વેપાર હોય, પરિવાર હોય કે દેશ હોય.
બંધારણ ના અમલ વગર સુખ, શાંતિ અને સમૃદ્ધિ ન આવે.
આપણા દેશના ૭૬માં બંધારણ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. 💐
ગણતંત્ર દિવસની સૌને હાર્દિક શુભેચ્છાઓ... 💐💐💐
આવો આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપીએ...
🇮🇳 Happy Republic Day 🇮🇳
આપ સૌને ગણતંત્ર દિવસની ખુબ ખુબ શુભકામનાઓ... 🎉🎉🎉
અખંડ ભારતના બંધારણની રક્ષા કરી દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા ભારતને એકતા, શાંતિ અને પ્રગતિના માર્ગે લઇ જઇયે...
વંદે માતરમ...
ભારત માતાકી જય...
26 january republic day quotes in gujarati language |
અલગ છે ભાષા, ધર્મ, જાત, પ્રાંત, વેશ અને પરિવેશ પણ...
આપણા સહુનું એક જ ગૌરવ રાષ્ટ્રધ્વજ 🇮🇳 છે આપણો શ્રેષ્ઠ
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉
૭૬ માં ગણતંત્ર દિવસની શુભકામના...
તક તો સાવ મફત માં જ મળે છે પણ...
જો ચૂકી જાઓ તો જ મોંઘી પડે છે.
દેશે મને શું આપ્યું એના કરતાં મેં દેશ ને શું આપ્યું એવું વિચારીએ.
પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ
તમામ પક્ષ, વિચારધારાઓ, મૂલ્યો અને મતભેદો થી ઉપર...
ખૂબ જ ઉપર... સૌથી ઉપર... બંધારણ...! 🙏🇮🇳
ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ...💐
૭૬ માં ગણતંત્ર દિવસની સૌ ભારતવાસીઓને શુભકામનાઓ...
આજનો દિવસ એટલે સંવિધાનના આમુખના પ્રથમ શબ્દો WeThePeopleOfIndia ને સાર્થક બનાવવા માટેના સંકલ્પનો દિવસ.
આપણે સૌ સાથે મળીને બંધારણના આમુખમાં લિખિત આદર્શો અને મૂલ્યોને પ્રાપ્ત કરવા અને ડૉ. બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા અવિરત સંઘર્ષ કરીયે એવી જ અભ્યર્થના.
જય હિન્દ... જય સંવિધાન.
26 મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ એજ "૭૬ માં રિપબ્લિક ડે" ની શુભકામનાઓ...
તમામ દેશવાસીઓને ૭૬ માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
દેશભક્તોના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા છીએ.
ચાલો આ બલિદાને સાર્થક બનાવીએ... સ્વચ્છતા, ભાઇચારા અને સેવા દ્વારા દેશ માટે કંઈક કરી છૂટીએ...
! જય હિંદ !
આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીના ભાગ છીએ. ગણતંત્ર દિવસે આ લોકશાહીને ઉજવીએ.
૭૬ માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
૨૬મી જાન્યુઆરી : ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આ ગણતંત્ર દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
સૌ દેશવાસીઓને ૭૬ માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🇮🇳🇮🇳🇮🇳
આ ગણતંત્ર દિવસ પર આપણા ગૌરવપૂર્ણ ભૂતકાળને યાદ રાખીને આત્મનિર્ભર ભારતના સપના માટે સાહસપૂર્ણ પરિશ્રમ કરીએ.
Republic Day Shayari text SMS in Gujarati | ગણતંત્ર દિવસની શાયરીઓ
26 January republic day Shayari Gujarati |
ના કેસરી મારો છે,
ના તો લીલો મારો છે,
અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે,
આખે આખો ત્રિરંગો 🇮🇳 મારો છે,
આપ સર્વેને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ...
🇮🇳 જય હિન્દ 🇮🇳
આ વાત હવાઓને કહી રાખજો પ્રકાશ એ હશે બસ ચિરાગોને જલાવી રાખજો લોહી આપીને જેની રક્ષા આપણા શહીદોએ કરી છે એ વાત તિરંગાને દિલમાં વસાવી રાખજો. ગણતંત્ર દિવસની શુભકામનાઓ..
વિશાળ ગગને લહેરાતો તું અમારી જાન છે.
તારા રક્ષણ ખાતે તો હજારો જીવન કુરબાન છે...
છે તારી સાથે એ અશોકચક્ર બેમિસાલ...
ભારત ભાગ્ય વિધાતા ની તું આન,બાન ને શાન છે...
76માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ...
કુછ નશા ત્રિરંગા કી આન કા હે..
કુછ નશા માત્રભૂમી કી શાન કા હે..
હમ લહરાયેંગે હર જગહ યે 'ત્રિરંગા'
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હે..
આપ સૌને ગુજરાત પોલીસ પરિવાર તરફથી ૭૨ માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.🇮🇳
26 january republic day shayari in gujarati language |
હમારા ધર્મ તિરંગા હૈ,
હમારા ગર્વ તિરંગા હૈ,
હમ લહરાયેંગે હર જગહ "તિરંગા",
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હે...
આપ સૌને ૭૬ માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.🇮🇳
ના જીવો ધર્મના નામ પર,
ના મરો ધર્મના નામ પર,
માણસાઈ ધર્મ છે દેશનો,
જીવો તો માત્ર દેશના નામ પર !
ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! 🇮🇳🇮🇳🇮🇳
થોડોક નશો તિરંગાની આનનો છે.
થોડોક નશો માતૃભૂમીની શાનનો છે...
દરેક જગ્યાએ લહેરાવીશુ તિરંગો કારણ કે આ નશો "હિન્દુસ્તાન"ની શાન નો છે.
૭૬ માં ગણતંત્ર દિવસની આપ બધા ને હાર્દિક શુભકામનાઓ... વન્દે માતરમ... જય હિન્દ... જય ભારત... 🇮🇳🙏
આઝાદી અકબંધ..
રંગબેરંગી સદાય..
વીર પરંપરાની આ ભૂમિ..
હિન્દુસ્તાન તને સલામ.. 🇮🇳
ગણતંત્ર દિવસની શુભકામનાઓ !
ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે...
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚
ગણતંત્ર દિવસની શુભેચ્છા.
ઊભો સરહદે કરે રક્ષા
ભૂખ્યો તરસ્યો ઝઝૂમતો.
એક જ લક્ષ્ય કરું રક્ષા,
દુશ્મનોનો કરું સફાયો.
આપું મુજ બલિદાન,
મારી મા ભોમ કાજ.
પ્રજાસતાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ...
મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.
આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું.
કોઈ પૂછે કે નસીબ એટલે શું..?
તો છાતી ઠોકીને કહી દેવું કે...
દુનિયામાં ૧૯૫ દેશ છે અને મારો જન્મ ભારતમાં થયો.....!!!
"ભારત માતાકી જય"
પ્રજાસતાક દિવસની હાર્દિક શુભેચ્છા...
પાછી ઊંઘ ઉડી ગઈ એ વિચારીને કે...
આ શહીદોના વહેતા લોહી, શું મારી ઊંઘ માટે જ હતા.
🙏 ૭૬માં ગણતંત્ર દિવસની શુભકામના 🙏
Republic Day WhatsApp Status in Gujarati | ગણતંત્ર દિવસના Status
26 january republic day status in gujarati language |
આજનો દિવસ સમગ્ર વિશ્વ માટે મહત્વનો છે કારણ કે...
આજના દિવસે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનો જન્મ થયો, ગણતંત્રનો ઉદય થયો.
ગણતંત્ર દિવસ પર આપણી માતૃભૂમિના વારસા અને સમૃદ્ધ ખજાનાને જાળવવાનો સંકલ્પ લઈએ.
૭૬ માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
પ્રજાસતાક દિવસની ઉજવણી કરી...
આજ ના દિવસ આઝાદી ના લડવૈયાઓ ને તથા શહીદ થયેલા જવાનો ને વંદન કરું છું.
દેશ ના જવાનો ને પ્રભુ ખુબ શક્તિ આપે તથા આપણે સૌ ગુજરાત અને ભારત ના વિકાસ માં સહભાગી બનીએ...
બંધારણીય પ્રતિબદ્ધતા ભારતીય પ્રજાસત્તાકની સૌથી ગૌરવપૂર્ણ અને સક્ષમ લાક્ષણિકતા છે.
તેના ઘોષણા દિવસને હૃદય અને આત્માથી ઉજવણી કરીએ.
આ માટી વસે છે અમારા હૃદયમાં, તેના માટે બધુ કુરબાન છે.
ચાલો સાથે મળીને ક્રાંતિકારીઓના પ્રયાસોથી મળેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ.
આપણા આ મહાન રાષ્ટ્રમાં સૌને હજારો વંદન.
આપણે તેને વઘુ સમૃદ્ધ 'અને મહાન બનાવીએ.
હું તમને ગણતંત્ર દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!
ગાંધીજીનું સ્વપ્ન જયારે સત્ય બન્યું,
દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો,
આજ ફરીથી યાદ કરીએ તે મેહનત,
જે કરી હતી વીરો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો.
પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
Republic Day Quotes text SMS in Gujarati
🇮🇳 ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳
આવો પ્રજાસત્તાક દિને દેશમાંથી જાતિગત ભેદભાવ,અસમાનતા અને નિરક્ષરતાને દુર કરવાનો સંકલ્પ લઈએ, આવો એક શિક્ષીત અને ખરા અર્થ માં વિકસિત દેશ તરફ આગળ વધવાનું પગલું ભરીયે...
ગણતંત્ર દિવસની મારા તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.
આ રાષ્ટ્રીય પર્વ પર ચાલો સ્વચ્છતા, ભાઇચારા અને દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ થઇએ અને
આવનારા સમયમાં સાથે મળીને વિકાસની તે હરણફાળ ભરીએ કે વિશ્વફલકમાં ભારતનું નામ ચારેબાજુ ગુંજે.
ગણતંત્ર દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ!
આ દિવસ દેશ પ્રત્યેની જવાબદારીઓ યાદ કરવાની સાથે બંધારણના મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવાનો છે. આપણે બંધારણના બિનસાંપ્રદાયિક્તા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતાના આદર્શોને આત્મસાત કરવા પડશે. પ્રત્યેક દેશવાસીને દુનિયાના સૌથી મોટા ગણતાંત્રીક રાષ્ટ્રના નાગરિક હોવાનો ગર્વ હોવો જોઈએ.
આઓ દિલમાં જોશ જગાવીએ, ભારતનો જયકાર બોલાવીએ, દરેક ભારતીયના દિલમાં દેશપ્રેમ જગાડી, ચાલો ગણતંત્ર દિવસ મનાવીએ.
બલિદાનોના સ્વપ્ન જયારે સત્ય થયા, દેશ ત્યારે આઝાદ થયો, આજે સલામ કરો એ વીરોને, જેના ત્યાગ થી આ દેશ ગણતંત્ર થયો.
આ પણ કડવો મજાક છે મારા આઝાદ મુલ્કનો,
ગણતંત્ર દિવસની શુભકામનાઓ પણ લોકો અંગ્રેજીમાં આપે છે.
ચાલો આજે સંકલ્પ કરીએ આ વર્ષે ગણતંત્ર દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં જ આપીશું.
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સર્વે મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ...
⛳️ ભારતમાતા કી જય ⛳️
Join the conversation