Christmas (Xmas) Wishes, Quotes, Status and SMS Wish Now!

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા | Akshay Tritiya (akha teej) Wishes, Quotes, Shayari & Status SMS in Gujarati

Akshay Tritiya (akha teej) wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા અથવા શુભકામના સંદેશનો ભંડાર

સંસ્કૃત શબ્દ અક્ષય એટલે કે જે ક્યારેય ઓછું થતું નથી. અક્ષય તૃતીયાનો આ દિવસ તમને શુભેચ્છા અને સફળતા જે ક્યારેય ઘટતો નથી. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજના દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય.

કેટલીક વાર આપણી ખુશી, પ્રેમ, આનંદ રંગોથી વ્યક્ત નથી કરી સકતા તેથી અમે લાવ્યા છીએ Akshay Tritiya (akha teej) wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા અથવા શુભકામના સંદેશનો ભંડાર.

Akshay Tritiya Wishes SMS in Gujarati

akshay tritiya wishes in gujarati, akshaya tritiya wishes in gujarati, akshay tritiya wishes in gujarati, akshaya tritiya wishes in gujarati, akshay tritiya images in gujarati, akshaya tritiya images in gujarati, akha teej wishes in gujarati, akha teej quotes in gujarati
Akha Teej Akshaya Tritiya Wishes in Gujarati

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની હાર્દિક શુભેચ્છા.....
ધરતીપુત્રો માટે વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ....

અક્ષય રહે... સુખ તમારું
અક્ષય રહે... ધન તમારું
અક્ષય રહે... સ્વાસ્થ્ય તમારું
અક્ષય રહે... આયુષ્ય તમારું
અક્ષય રહે... સબંધ આપણો.

અક્ષય તૃતીયા તથા ભગવાન પરશુરામ જયંતિ ની શુભકામના...💫🙏🏻

સતયુગનો અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ,
ભગવાન પરશુરામજીનું અવતરણ દિવસ
માં ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આગમદિવસ,
મહાભારતના યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ,

તેવી વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજના પાવનપર્વની દરેક હિંદુભાઈ - બહેનો ને ખૂબ ખૂબ શુભકામનાઓ.

કણ માંથી મણ અનાજ કરનાર જગતાત ને અખાત્રીજ ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...!!!
મેઘરાજા ઓળઘોળ થાય અને ખેડુત ધન ધાન્ય ના ગાડા ભરે એવી મારા ઠાકર ને પ્રાથના ...!!! 🙏🙏🙏

આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મી નો વાસ થાય,
સંકટો નો નાશ થાય અને
શાંતિનો વાસ થાય,
એવી સૌને અક્ષય તૃતીયાની શુભેચ્છા.

આજના આ પાવન અવસર પર જપ-તપ-દાનથી અર્જિત અક્ષય પૂણ્યના પ્રતાપે,
તમારા સર્વે દુઃખોનો નાશ થાય અને સ્વાસ્થ્ય- સુખ-સમૃદ્ધિ માં વધારો થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આપ સૌને અખાત્રીજ ની અઢળક શુભેચ્છાઓ 🙏🏻

અખાત્રીજના પવિત્ર દિવસે લક્ષ્મીમાં ના કુમકુમ પગલે સુખ - સમૃદ્ધિ, ઐશ્વર્ય તમારા ઘરે આવે એવી અક્ષય તૃતીયા ની હાર્દિક શુભેચ્છા.

સુખાકારી, સ્વયં સિદ્ધા સફળતા અને મંગલમય મુર્હુત વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના પાવન પ્રસંગની સર્વને શુભ કાર્યો માટે શુભકામનાઓ.

Akshay Tritiya Quotes SMS in Gujarati

શુભ કાર્યોનું વણજોયું મુહૂર્ત એટલે કે 'અક્ષય તૃતીયા' ની સૌને હાર્દિક શુભકામનાઓ.
અખાત્રીજનો પાવન અવસર સૌ માટે સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની સોગાદ લાવે એવી ઈશ્વરને પ્રાર્થના.

આજના આ પાવન અવસર પર જપ-તપ-દાનથી અર્જિત અક્ષય પૂણ્યના પ્રતાપે, તમારા સર્વે દુઃખોનો નાશ થાય અને સ્વાસ્થ્ય- સુખ-સમૃદ્ધિ માં વધારો થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આપ સૌને અખાત્રીજ ની અઢળક શુભેચ્છાઓ

અખાત્રીજના પવિત્ર દિવસે લક્ષ્મીમાં ના કુમકુમ પગલે સુખ - સમૃદ્ધિ, ઐશ્વર્ય તમારા ઘરે આવે એવી અક્ષય તૃતીયા ની હાર્દિક શુભેચ્છા.

અખાત્રીજના પાવનપર્વે ધરતીપુત્રો નવા પાકની શરૂઆત કરતાં હોય છે.
આ દિવસે કરેલ સ્નાન, જપ, તપ, હવન વગેરે કરવાથી અનંત ગણુ શુભફળ મળે છે અક્ષય ફળ મળવાથી તેને "અક્ષય તૃતીયા" પણ કહે છે.

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના પર્વની આપ સર્વને હાર્દિક શુભકામના.
આજના દિવસથી કૃષિ નવા વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે ભગવાનને પ્રાર્થના છે કે આગામી કૃષિ વર્ષ તમામ ખેડૂત ભાઈઓ અને તેમના પરિવાર માટે ધન-ધાન્યથી ભરેલ રહે.
આ વર્ષ સમૃદ્ધીનો નવો માર્ગ કંડારનાર બની રહે તેવી શુભકામના.

આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ વર્ષોથી કહેવાય છે.
વણ માગ્યું મુહૂર્ત... આપ સૌના જીવનમાં આજના આ શુભદિને વણ માગે સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સફળતા, અને આપે વિચારેલા, અમલમાં મૂકેલા, કે અમલમાં મુકવામાં વિચારેલા તમામ કાર્ય સિદ્ધ થાય અને હમેશા યશસ્વી અને વિજય ભવ.

અખાત્રીજ/અક્ષયતૃતીયા નિમીતે તમામ ખેડૂત ભાઈઓને મારી હાર્દિક શુભકામના.
આગામી કૃષિ વર્ષ આપના અને આપના પરિવાર માટે ધન-ધાન્યથી ભરેલ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરુ છું.
ખેડૂતો માટે આ વર્ષ મબલખ ઉત્પાદન મળે અને સજીવ સૃષ્ટિ ખેડૂતો ને સાહિયોગ કરે એવી પ્રભુ ને પ્રાર્થના.

"અતિ અર્વાચીન સાંસ્કૃતિક દિન અને કૃષિ નવ વર્ષ "અક્ષય તૃતીયા" તથા ભગવાન શ્રી "પરશુરામ જયંતિ" નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ"

પરશુરામ જયંતિ અને અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
કણ માથી મણ પેદા કરનાર ખેડૂતો ને સત્ સત્ નમન 🙏

અખાત્રીજ નિમિત્તે તમામ ખેડૂત ભાઈઓને મારી હાર્દિક શુભકામનાઓ.
આવનાર કૃષિ વર્ષ ધન ધાન્ય થી સમૃદ્ધ રહે તેવી શુભકામના...

Bhavnagar Diwas SMS Messages in Gujarati

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ... અક્ષય તૃતીયા
આપણું ભાવનગર
આપણાં સૌનું ભાવનગર
આવો સૌ સાથે મળી
ભાવ વંદના કરીએ..

ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે...

Akshay Tritiya Shayari SMS in Gujarati

હોર ખેડ ખેડો, વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી,
મુર્હત ના જાયે ઓ બાપલાં, કાઢો બળદને કોઢથી રે જી..!

રે ખેડૂત, તું ખરે જગતનો તાત ગણાયો,
આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો.

અખાત્રીજ ની શુભકામનાઓ.

Funny Akshay Tritiya SMS in Gujarati

3જી મેં ના દિવસે અખાત્રીજ છે.
આ અવસર પર Gold ખરીદવુ શુભ માનવામા આવે છે..
પરંતુ હાલ માં જવેલર્સ ની દુકાન બંધ છે તો તમે કરિયાણા ની દુકાને થી..
પ્રીયા Gold, સફોલા Gold, મેરી Gold, બાસમતી ગોલ્ડ, પારલે જી Gold અવશ્ય ખરીદજો અને બીજો મેળ ના પડે તો છેવટે અમુલ ગોલ્ડ તો લેજો જ..