Christmas (Xmas) Wishes, Quotes, Status and SMS Wish Now!

પરશુરામ જયંતીની શુભકામનાઓ | Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati

ભગવાન પરશુરામ જગતના પાલનહર વિષ્ણુજીના અવતાર છે. દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પખવાડિયાની ત્રીજની તિથી ના દિવસે પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે.
હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પખવાડિયાની ત્રીજની તિથી એટલે કે અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના દિવસે પરશુરામ જયંતી ઘણી ધામ ધૂમ સાથે ઉજવવામાં આવે છે.
હિંદુ ધર્મની માન્યતા મુજબ, ભગવાન પરશુરામ જગતના પાલનહર વિષ્ણુજીના અવતાર છે. આ દિવસે વિધિ પૂર્વક ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવે છે.

Happy Parshuram Jayanti Wishes in Gujarati

happy parshuram jayanti wishes, shayari & status sms in gujarati
Happy Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજી ની જયંતી પર સૌને હાર્દિક શુભેચ્છાઓ.

ભગવાન શ્રી પરશુરામ જયંતી તથા અખાત્રીજના પાવન પર્વોની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ....

ॐ जामदग्न्याय विद्महे महावीराय
धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।

મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા પરશુરામ જયંતી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... 🙏🙏

શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના.
સર્વે ભુદેવ ભાઈઓ તથા બહેનો ને ભગવાન શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના.
ભગવાન શ્રી પરશુરામ આપ સર્વે ના જીવન માં સુખ, શાંતી, સમૃધ્ધી, યશ, કિર્તી તેમજ પરિવાર માં લાગણી અને બ્રહ્મ સમાજ ની એકતા અને સ્નેહ રહે તેવી પ્રાર્થના....

જય પરશુરામ જયંતી...🙏

ભલે તમારી Personality... સુદામા જેવી હોય પણ,
તમારો Power... પરશુરામ જેવો હોવો જોઈએ...

ભગવાન શ્રી પરશુરામજી ની જયંતીની હાર્દીક શુભકામનાઓ...
અધર્મનો સંહાર કરનાર અને ન્યાયના સર્જનહાર શસ્ત્ર - શાસ્ત્રના જ્ઞાતા તથા સપ્તઋષિ શ્રેષ્ઠ.

Parshuram Jayanti Status in Gujarati

એકવીસ વખત ધરા જીતી એકલ હાથ,
હાથમાં પરશુ, શિવ ભક્ત, વિષ્ણુ અવતાર,
ભિષ્મ ગુરુ, વિશ્વ ગુરુ, બ્રાહ્મણ શ્રેષ્ઠ,
આરાધ્ય દેવ, ચિરંજીવી છે પરશુરામ.
વંદન કરું જેને વારંવાર.
જય પરશુરામ જય પરશુરામ

પરશુરામ જયંતી ની ખુબ ખુબ શુભકામનાઓ🙏

Parshuram Jayanti Shayari in Gujarati

પરશુરામ હૈ પ્રતીક પ્યાર કા
રામ હે પ્રતીક સત્ય સનાતન કા
ઈસ પ્રકાર પરશુરામ કા અર્થ હૈ
પરાક્રમ કે કારક ઔર સત્ય કે ધારક
પરશુરામ જયંતી કી હાર્દિક શુભકામના 🙏

પરશુરામ જયંતી વિશે:

બ્રાહ્મણ કુળમાં થયો જન્મ-

ભગવાન પરશુરામ ઋષિ જમદગ્નિ અને મારા રેણુકાના પુત્ર હતા. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમના જન્મના સમયે આકાશ મંડળમાં છ ગ્રહોનો ઉચ્ચ યોગ બનેલો હતો. ત્યારે તેમના પિતા અને સપ્ત ઋષિમાં શામેલ ઋષિ જમદગ્નિને ખબર પડી ગઈ હતી કે, તેમનું બાળક ઘણું પરાક્રમી હશે.

રાજા સહસ્ત્રાર્જુનનો અત્યાચાર 👇

હૈહય વંશના રાજા સહસ્ત્રાર્જુન પોતાના બળ અને ઘમંડને કારણે સતત બ્રાહ્મણો અને ઋષીઓ ઉપર અત્યાચાર કરી રહ્યા હતા. સહસ્ત્રાર્જુન પોતાની સેના સહીત ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ મુનીના આશ્રમમાં પહોંચ્યા. જમદગ્નિ મુનીએ સેનાનું સ્વાગત અને ખાવા પીવાની વ્યવસ્થા પોતાના આશ્રમમાં કરી.

પરશુરામે કર્યો સહસ્ત્રાર્જુનનો અંત 👇

મુનીએ આશ્રમની ચમત્કારી કામઘેનું ગાયના દૂધથી સમસ્ત સૈનિકોની ભૂખ શાંત કરી. કામઘેનુ ગાયના ચમત્કારથી પ્રભાવિત થઇને તેમના મનમાં લાલચ પેદા થઇ ગઈ. ત્યાર પછી તેમણે જમદગ્નિ મુની પાસેથી કામઘેનુ ગાય બળજબરી પૂર્વક છીનવી લીધી. જયારે આ વાત પરશુરામને ખબર પડી તો તેમણે સહસ્ત્રાર્જુનનો વધ કરી દીધો.

પરશુરામ અને ગણપતિ મહારાજ વચ્ચે થયું હતું યુદ્ધ👇

ભગવાન પરશુરામને ગુસ્સો પણ ઘણો આવતો હતો. તેમના ગુસ્સાથી ગણપતિ મહારાજ પણ બચી શક્ય ન હતા. એક વખત જયારે પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પહોંચ્યા, તો ગણેશજીએ તેમને શિવજીને મળવા ન દીધા. એ વાતથી ગુસ્સે થઈને તેમને પોતાના શસ્ત્રથી ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. એ કારણથી ભગવાન ગણેશજી એકદંત પણ કહેવાય છે.