શુભ સવાર 🌞 SMSMotivate Now!
આ લેખમાં Happy Birthday Wishes Mother in Gujarati માં શુભેચ્છાઓના સંગ્રહ, જે તમારું લાગણીઓ અને સંવેદનાઓ સફળતાપૂર્વક વ્યકત કરે.

માતા એ જીવનમાં એક અદ્વિતીય સ્થાન ધરાવે છે. અમારી શુભેચ્છાઓના સંગ્રહ તમારી માતાને જન્મદિવસની શુભકામનાઓ આપતી વખતે વહાલ અને પ્રેમની અનુભૂતિ કરાવશે. માતા એ આ જીવનની પ્રથમ ગુરુ છે અને તેની કૃપા, પ્રેમ અને માર્ગદર્શનથી જ આપણે જીવનમાં આગળ વધતા છીએ. આ લેખમાં Happy Birthday Wishes Mother in Gujarati માં શુભેચ્છાઓના સંગ્રહ, જે તમારું લાગણીઓ અને સંવેદનાઓ સફળતાપૂર્વક વ્યકત કરે.

Happy birthday wishes for Mother in Gujarati

Here’s a list of birthday wishes for mother in Gujarati:

mother birthday wishes in gujarati, birthday wishes for maa in gujarati, happy birthday maa quotes in gujarati, gujarati birthday wishes for mother, મમ્મી ને જન્મદિવસ ની શુભેચ્છા, happy birthday mummy message in gujarati, happy birthday mummy gujarati,
Happy Birthday Wishes for Mother in Gujarati
  1. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
    એથી મીઠી તે મોરી માત રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
    મારા જીવનનું ઘડતર કરનાર, સંસ્કારનું સિંચન કરનાર માતૃ વંદના સ્વરૂપ
    મારા માતૃશ્રીના જન્મદિવસે એમના શુભ આશિષ
    મારા પર બની એવી અભ્યર્થના સહ જન્મદિવસની શુભકામના
  2. વ્હાલી મમ્મી, મારી દોસ્તાર, મારી શિક્ષક
    કેટ કેટલું તું તારા પાલવ માં સમાવી ને બેઠી છે મમ્મી,
    હવે એ વાત સાચી કે ભગવાન બધે ન પહોંચી શકે એટલે એમને તને બનાવી પણ…
    તું તો ભગવાન કરતાંય ચડિયાતી નીકળી મમ્મી,

    ભગવાન ને તો વારે ઘડીએ મનામણા કરવા પડે પણ…
    તું તો ખુદ ભગવાન બની જાય છે.

    જન્મદિવસ ના ખુબ ખુબ અભિનંદન 🎂 મમ્મી
  3. માતાને જન્મદિવસની શુભકામનાઓ

  4. જીંદગી ના દરેક તબક્કે મારો સાથ આપનાર અને ખૂબ જ પ્રેમ થી મને એક કર્તવ્યનિષ્ઠ તેમજ શિસ્તબદ્ધ માણસ બનાવનાર મારી મમ્મી નો આજે જન્મદિવસ,
    હું સંનિષ્ઠ પ્રયત્ન કરીશ કે આજના દિવસ અને આવનારો સમય તારા માટે શ્રેષ્ઠ જાય.

    જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  5. જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના મમ્મી 🎂🎉

    તમારો સપોર્ટ હંમેશા મને આગળ વધવામા મદદ કરે છે.
    તમારી ક્યારેય ન સમાપ્ત થતી ધીરજ અને પ્રેમ માટે આભાર મમ્મી
    તમને ખુશીથી ભરેલો દિવસ અને આનંદથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા🥰❤️
  6. મા એ મા બીજા બધાય વગડા ના વા.
    હેપ્પી બર્થ ડે મમ્મી.

    મારા માટે રાતના 🕛 ઘડિયાળના કાંટા જોયા વગર ચિંતા કરે એ મા.
    ભાવતું ભોજન🍴 કીધા વગર બનાવે એ મા.
    જેના વિશે લખવામાં ✍️ શબ્દો ખુટી પડે એ મા,

    મમ્મી, તમે એક એવા એક સશક્ત વ્યક્તિ છો જેમના દરેક સંઘર્ષ મેં જોયા છે.
    તમે સ્વસ્થ રહો અને તમારા આશીર્વાદ અમારા પર સદાય બની રહે.
    ભગવાન તમને લાંબુ અને સારું આયુષ્ય આપે એજ પ્રાર્થના.🙏🎂🎂🙏
  7. Happy birthday wishes for Mummy in Gujarati

  8. 🥞🍫 જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી… 🥞🍫

    હું જે પણ છું, તમારી દેણ છે…
    માં…આમ તો એક જ શબ્દ છે પરંતુ…
    તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો…
  9. જન્મદાત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામના…
    શતં જીવે શરદં…
    જીવનની કોઈ પણ ક્ષણે પોતાની જાતથી વધુ મને પ્રેમ કરનાર એટલે મારી મા…
    લોકો ગાંધી, સરદાર અને શિવાજીના ઘડતર પાછળ તેની માતાનો મોટો હાથ હોવાની વાત કરતાં હોય છે.
    પરંતુ મારા જીવન ઘડતર પાછળ મારી મા પણ પુતળીબાઇ, લાડબા અને જીજાબાઇ જેટલી જ ચડીયાતી છે.
  10. Happy birthday wishes for Maa in Gujarati

  11. ઈશ્વર બધે પહોંચી ન વળે એટલે માં નું સર્જન કર્યું,
    એ જ નિરંતર પ્રેમની મૂરત એટલે આપ મારા માતા છો,
    આપે જીવનના અનેક ઉતાર-ચઢાવ પર અમોને અનંત પ્રેમ અને અમૃત સમાન હૂંફ પ્રદાન કરીને અજેય રાખ્યા છે,
    જીવનના દરેક પડાવ પર આપના અમૂલ્ય અને છૂપા આશીર્વાદ સતત અમને ઉર્જા પ્રદાન કરે છે.
    આપના અતુલ્ય પ્રેમ બદલ દરેક શબ્દો આજે અતિત લાગે છે.
    આપશ્રીના અવતરણ દિવસ નિમિત્તે ઠાકોરજીને અંતરથી પ્રાર્થના છે કે આપનું જીવન આરોગ્યપ્રદ, દીર્ઘાયુ અને દિવ્ય બની રહે એવી ભાવવંદના સાથે જન્મદિવસની અઢળક શુભકામનાઓ…
  12. મમ્મી, તારી બિનશરતી પ્રેમ, અનહદ ધૈર્ય, અમેઝિંગ હૂંફ અને અનંત સપોર્ટ માટે આભાર. 🙏🏻
    તુ અમારી પ્રેરણા છો !

    જન્મદિવસ ની શુભકામના

મને આશા છે કે તમને અમારું Collection of Happy Birthday Wishes for Your Mother in Gujarati ખુબજ ગમશે, તો તમે તમારા Friends ને આ લિંક share કરો. તમારી Share, Comment and Like us on social media અમને ખુબજ પ્રેરણા આપે છે.